હળવદ : હળવદના વેગડવાવ રોડ ઉપર ચોરાઉ બાઈક સાથે એક શખ્સને પોલીસે ઝડપી પાડી દશા માંના મંદિર પાસેથી થયેલ બાઈક ચોરીનો ભેદ ઉકેલ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના વેગડવાવ રોડ પર શંકાસ્પદ બજાજ કંપનીનું પ્લેટીના બાઈક રજી. નં.GJ-06-HR-5665 સાથે નીકળેલા વનરાજ ઉર્ફે મહેશ ટીનાભાઈ નાયક ઉ.વ.૨૦ રહે.હાલ માથક ગામની સીમવાળાને અટકાવી પોલીસે પોકેટ કોપ એપમાં સર્ચ કરાવતા બાઇક માલિક વાસુદેવભાઈ કેશાભાઈ ઈટોદરા રહે. ટીકર ગામ વાળા હોવાનું જાણવા મળ્યું હતું. બાદમાં શખ્સની આગવી ઢબે પુછપરછ કરતા તેને આ બાઈક હળવદ દશામાના મંદીર પાસેથી ચોરી કર્યું હોવાની કબુલાત આપતા તેની ધરપકડ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ સફળ કામગીરી માં પોલીસ ઈન્સ્પેક્ટર આર.ટી.વ્યાસ, પો.સબ.ઈન્સ. એચ.એન.ગઢવી, એ એસ.આઈ. જી.પી.ટાપરીયા, ગભરૂભાઈ જીડીયા, પો.કોન્સ. ભરતભાઈ ચરમટા, કિશનભાઈ મોતાણી સહિતનો પોલીસ સ્ટાફ જોડાયેલ હતો
