મોરબી : ઇન્ડિયન લાયોનેસ કલબ મોરબી દ્વારા ફેવિક્રીલ અને નિરાલી ક્રીએશન નિમિષાબેનના સહયોગથી ઓમ શાંતિ સ્કૂલમાં બે દિવસના ઓપન મોરબી આર્ટ એન્ડ ક્રાફ્ટના ક્લાસીસનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ આર્ટ એન્ડ ક્રાફ્ટના ક્લાસમાં મોટી સંખ્યામાં બહેનો અને બાળકોએ ભાગ લીધો હતો. વિવિધ આર્ટ એન્ડ ક્રાફ્ટ ની મન મોહી જાય એવી વસ્તુઓ નિમિષાબેન ખન્ના દ્વારા શીખવવામાં આવી હતી. આ સાથે જ બહેનો અને બાળકોએ ખૂબ સુંદર પ્રયત્નોથી ટાઈ એન્ડ ડાયના ટીશર્ટ ક્લે વર્કનાના ફ્રીઝ મેગ્નેટ કિચેઈન વગેરે જેવી વસ્તુઓ પોતાની જાતે બનાવી હતી. આ તકે ક્લબના પ્રેસિડન્ટ સુષ્માબેન દુધરેજીયાએ ઓમ શાંતિ સ્કૂલના પ્રિન્સિપાલ ફેવિક્રીલ કંપની અને નિરાલી ક્રીએશન વાળા નિમિષાબેનનો ખુબ ખુબ આભાર માન્યો હતો. તેમજ ક્લબના દરેક મેમ્બર્સના સાથ અને હાજરીથી આ પ્રોજેક્ટ સફળ થયો હતો.
