મોરબી પેપરમિલ એસોસિએશનના પૂર્વ પ્રમુખ વિપુલભાઈ કોરડીયાનો આજે જન્મદિવસ છે. તેઓ વર્ષોથી જાહેર જીવન સાથે સંકળાયેઈને સામાજિક માળખાને સુનિશ્ચિત કરી રહ્યા છે. તેમજ અગાઉ મોરબી પેપરમિલ એસોસિએશનના પ્રમુખ તરીકે રહીને આ ઉદ્યોગોના પ્રશ્નોને વાચા આપી હતી. હજુ પણ મોરબી પેપરમિલ એસોસિએશન સાથે જોડાઈને પેપરમિલ ઉદ્યોગને નવી ઉંચાઈ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે આજે તેમના જન્મદિવસે તેમના ઉપર શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે.
