મોરબી તાલુકાના નાની વાવડી ગામે શિવગંગા સોસાયટીમાં રહેતા જયદીપભાઈ કિશોરભાઈ હાડા ઉ.36 નામના યુવાનને ગઈકાલે બપોરના સમયે અચાનક છાતીમાં દુખાવો ઉપડયા બાદ મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.