હળવદ પોલીસે ગઈકાલે દેશી વિદેશી દારૂના ધંધાર્થીઓ ઉપર તવાઈ ઉતારી ડુંગરપુર અને હળવદમાંથી વિદેશી દારૂ બિયરનો જથ્થો ઝડપી લઈ ઈંગોરાળામા દરોડો પાડી દેશી દારૂનો 150 લીટર આથો પકડી પાડ્યો હતો. જો કે, બે દરોડામાં આરોપી ફરાર થઇ ગયા હતા જ્યારે હળવદની મહિલા 27 ચપલા સાથે ઝડપાઇ ગઈ હતી.
પ્રથમ દરોડામાં હળવદ પોલીસે ડુંગરપુર ગામે આરોપી વિક્રમ ગોરધનભાઇ વિઠલાપરાના રહેણાંકમાં દરોડો પાડી વિદેશી દારૂની નાની મોટી 254 બોટલ તેમજ બિયરના 27 ટીન કિંમત રૂપિયા 80,390નો જથ્થો ઝડપી લીધો હતો.જો કે, આરોપી પોલીસને હાથ ન લાગતા પોલીસે આરોપીને ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.બીજા દરોડામાં હળવદ શહેરના ભવાનીનગર ઢોરા પાસેથી સલમાબેન ઉર્ફે સોનુ મનસુરભાઈ મીર નામની મહિલાને વિદેશી દારૂના 27 ચપલા કિંમત રૂ.2700 સાથે ઝડપી લીધી હતી.જ્યારે ત્રીજા દરોડામાં પોલીસે ઈંગોરાળા ગામે દરોડો પાડી આરોપી મહેન્દ્ર ઉર્ફે શંભુ વરસિંગભાઈ માલકીયાની કબજા વાળી જગ્યામાંથી 150 લીટર દેશી દારૂ બનાવવાનો આથો કિંમત રૂ.3750 ઝડપી લઈ આરોપી હાજર નહિ મળી આવતા ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.