મોરબી સીટી એ ડિવિઝન પોલીસે બાતમીને આધારે લાતી પ્લોટ વિસ્તારમાં સીએનજી રીક્ષામાં વિદેશી દારૂની 48 બોટલ લઈને નીકળેલા રીક્ષાચાલકને ઝડપી લઈ વિદેશી દારૂનો જથ્થો આપનાર શખ્સનું નામ ખોલાવવામાં સફળતા મેળવી બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો દાખલ કર્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમને નાઈટ પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, લાતીપ્લોટ શેરી નંબર 12મા રીક્ષામાં વિદેશી દારૂની હેરફેર કરવામાં આવી રહી છે. જે બાતમીને આધારે પોલીસે વોચ ગોઠવી આરોપી અવેશ રમજુભાઈ ચાનીયા રહે.લાતીપ્લોટ નામના રીક્ષા ચાલકને વિદેશી દારૂનું 48 બોટલ કિંમત રૂપિયા 24,000 તેમજ 60 હજારની રીક્ષા મળી 84,000ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ પૂછતાછ કરતા આરોપીએ દારૂનો જથ્થો આરોપી તૌફિક દાઉદભાઇ ચાનિયા રહે.લાતીપ્લોટ વાળા પાસેથી મેળવ્યો હોવાનું કબુલતા બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.