મોરબીના શક્ત શનાળા ગામની હદમાં આવેલ નંદભુમી એપાર્ટમેન્ટના મેઇન્ટેનન્સના પૈસાનો હિસાબ કરતા પહેલા ફ્લેટનું મેઇન્ટેનન્સ લેવા માટે કહેનાર ફ્લેટ ધારકને ફ્લેટમાં જ રહેતા અન્ય ચાર ફ્લેટ ધારકોએ બેફામ માર મારી કરોડરજ્જુનો મણકો ભાંગી નાખતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મૂળ ટંકારા તાલુકાના મોટા ખીજડિયા ગામના વતની અને હાલમાં શનાળા નજીક આવેલ નંદભૂમિ એપાર્ટમેન્ટના ચોથા માળે રહેતા શેરબજારના ધંધાર્થી ધર્મેન્દ્રભાઈ ગણેશભાઈ બરાસરાએ આરોપી મયંક બળવંતભાઈ છત્રોલા, બળવંતભાઈ છત્રોલા, દક્ષ રમેશભાઈ ચીકાણી અને આરોપી પ્રશાંત ધીરુભાઈ કાસુન્દ્રા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, આરોપીઓ એપાર્ટમેન્ટના મેઇન્ટેનન્સનો હિસાબ નોટિસ બોર્ડ ઉપર લગાવતા હોય જેથી તેઓએ પહેલા પોતાનું મેઇન્ટેનન્સ લઈ બાદમાં હિસાબ કરવા કહેતા આરોપીઓને સારું નહિ લાગતા એક સંપ કરી હુમલો કરી ઢીકા પાટુનો માર મારતા કરોડરજ્જુના મણકામાં ફ્રેક્ચર થઈ જતા ચારેય આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.