મોરબી : માળીયા મિયાણા તાલુકાના નવા દેરાળા ગામના પાદરમા વિચિત્ર બનાવ બન્યો હતો જેમા શ્રમિક પરિવારની બાળકી રમતા રમતા વીજ પોલ ઉપર ઉભા કરેલા ટ્રાન્સફોર્મર ઉપર ચડી ગયા બાદ વીજ શોક લાગતા બાળકીનું પ્રાણ પંખેરૂ ઉડી જતા અરેરાટી વ્યાપી જવા પામી છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ માળીયા મિયાણા તાલુકાના નવા દેરાળા ગામે ભાડાના મકાનમાં રહી મજૂરી કામ કરતા મૂળ છોટા ઉદેપુર જિલ્લાના વતની રમેશભાઈ માંગતીયાભાઈ ભીલની પાંચ વર્ષની પુત્રી મીના ગત તા.2ના રોજ સાંજના સમયે ગામના પાદરમા આવેલ વીજ ટ્રાન્સફોર્મરના થાંભલા ઉપર ચડી જતા વીજ શોક લાગવાથી કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે માળીયા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.