મોરબી :મિશન નવભારત ગુજરાત પ્રદેશમાં સૌરાષ્ટ્ર પ્રાંતમાં અધ્યક્ષ તરીકે ખૂબ જ બહોળું મિત્ર વર્તુળ ધરાવતા અમુલભાઈ જોષીની વરણી કરવામાં આવી છે જે બદલ તેમને ચોમેરથી શુભેચ્છા આપવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મિશન નવ ભારત વડાપ્રધાન મોદીનું સંગઠન છે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિચારધારા સાથે કામ કરી રહ્યું છે.
