મોરબી : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી દ્વારા GTUમાં લેવાયેલ સેમેસ્ટર – 2 ની પરીક્ષામાં એપ્લાઈડ મેથેમેટિક્સ પેપરમાં થયેલ છબરડાને લઈને L.E polytechnic કૉલેજ ખાતે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું. મહત્વનું છે કે, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ 9 જુલાઈ, 1949થી વિધાર્થીહિત અને રાષ્ટ્રહિત ના કાર્યો કરતું વિશ્વનું સૌથી મોટું છાત્ર સંગઠન છે.

