મોરબી : આજરોજ મોરબીના વોર્ડ નંબર ૨માં આવેલ વીસીપરા પાછળનાં વિજયનગર વિસ્તારમાં પીવાનાં પાણીનાં મુખ્ય પ્રશ્નને લઈ શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ સ્થાનીકો આગેવાનો સાથે મુલાકાત કરી મહાનગરપાલીકાનાં ડે.કમિશનર સોની સાથે ટેલીફોનીક ચર્ચા કરી તાત્કાલીક આ વિસ્તારમાં પાણીનો પ્રશ્ન હલ કરવા માટે રજુઆત કરી હતી.

