મોરબી : આજ રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મોરબીની જુની લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ સ્થિત મયુર વન તેમજ લખધીરજી પોલિટેક્નિક કોલેજ ખાતે ABVP મોરબી દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) મોરબીના કાર્યકર્તાઓ, કોલેજના પ્રાધ્યાપકો અને નેચરલ ક્લબના સદસ્યો પણ જોડાયા હતા. સૌએ વૃક્ષારોપણ કરીને આ વૃક્ષોને ઉછેરવાનો સંકલ્પ લીધો હતો અને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી હતી.
