મોરબી : મોરબી તાલુકા પોલીસે રફાળેશ્વર ચોકડી નજીક ગણેશ ચેમ્બર્સમાં બ્લ્યુ બેલા નામે સ્પા ચલાવતા આરોપી રોહિત તુસ્તોરામ રિયાંગ ઉ.32 મૂળ રહે.મિઝોરમ રાજ્ય વાળાએ પોતાના સ્પામાં કામે રાખેલ સ્પા વર્કસના બાયોડેટા સહિતની વિગતો પોલીસ મથકમાં જમા નહિ કરાવી જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાંનો ભંગ કરતા પોલીસે જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કરી હતી.