ભાયુભાગની જમીનમાં હલણ મામલે સગા ભાઈ ભાભી અને ભત્રીજા વહુએ હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ
હળવદ : હળવદ તાલુકાના સુસવાવ ગામે ભાયુભાગની જમીનમાં હલણ પ્રશ્ને વૃદ્ધ ખેડૂત ઉપર સગાભાઈ ભાભી અને ભત્રીજા વહુએ હુમલો કરી ઇજાઓ પહોંચાડતા બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના સુસવાવ ગામે રહેતા ફરિયાદી વિરાભાઈ દુદાભાઈ પીપરોતર ઉ.60 નામના વૃદ્ધે આરોપી સવદાસભાઈ દુદાભાઈ પીપરોતર, જાજીબેન સવદાસભાઈ પીપરોતર અને નીતાબેન કમલેશભાઈ પીપરોતર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ફરિયાદીને ભાયુભાગમાં જમીન આવ્યા બાદ આરોપીના ઝાપામાંથી ચાલવાનો રસ્તો આપવામાં આવ્યો હોવા છતાં આરોપીએ વાડીના ગેટથી ટ્રેકટર લઈ જવાની ના પાડી બોલાચાલી ઝઘડો કરી ધોકા અને ક્રિકેટ રમવાના બેટ વડે માર મારી ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચાડતા બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.