સમર કેમ્પમાં બાળકોને ફાયર પ્રિવેન્શનની તાલીમ અપાઈ
મોરબી : મોરબી મહાનગરપાલિકાના અગ્નિશમન શાખા દ્વારા તારીખ 27 મે થી 2 જૂન સુધીમાં 2 હોસ્પિટલમાં 15 સ્ટાફને તથા 4 હોટલમાં 37 સ્ટાફને તથા મકનસર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે મોરબી જિલ્લા પોલીસ દ્વારા આયોજિત સમર કેમ્પમાં 130 બાળકોને ફાયર પ્રિવેન્શનની તાલીમ આપવામાં આવી હતી.
31 મેના રોજ ઓપરેશન શિલ્ડની સિવિલ ડિફેન્સ અંતર્ગત ડ્રોન એટેકની મોકડ્રીલ મોરબી જિલ્લામાં ઈબીઝા સિરામિક વાંકાનેર-મોરબી હાઈવે ખાતે કરવામાં આવી હતી. જેમાં મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ દ્વારા સફળતા પૂર્વક ડ્રીલને પૂર્ણ કરવામાં આવી હતી. વધુમાં ફાયર પ્રિવેન્શનના ભાગરૂપે હોટલ, સમાજવાડી અને કોમ્પ્લેક્ષ જેવી બિલ્ડિંગોનું ફાયર સેફ્ટી સર્ટિફિકેટ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને સાથે ફાયર NOC ન ધરાવતા બિલ્ડિંગને નોટીસ આપવામાં આવી હતી. તેમજ જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા. મોરબી શહેરમાં જુદી-જુદી 5 જગ્યાએ આગ લાગવાના બનાવ અને ત્રણ રેસ્ક્યુકોલ બનેલ જેમાં ત્વરિત ઘટના સ્થળે પહોંચીને ઈમરજન્સી સેવા આપવામાં આવી હતી. કોઈ આકસ્મિક દુર્ઘટના થાય તો મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ 02822-230050 અને 101 પર સંપર્ક કરવા જણાવાયું છે.

