મોરબી શહેરમાં તેમજ માળીયા શહેરમાં પોલીસે વિદેશી દારૂના બે અલગ અલગ દરોડામાં બે આરોપીઓને અલગ અલગ બ્રાન્ડની અગિયાર બોટલ દારૂ સાથે ઝડપી લીધા હતા.મોરબીમાં પાડેલા દરોડામાં વિદેશી દારૂ સપ્લાયરનું નામ પણ ખુલવા પામ્યું હતું.
પ્રથમ દરોડામાં સીટી એ ડિવિઝન પોલીસે શનાળા રોડ ઉપર સત્યમ પાન વાળી શેરીમાંથી આરોપી મુકેશ જેરામભાઈ પરમાર રહે.પરસોતમ ચોક નામના શખ્સને વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 8 બોટલ કિંમત રૂપિયા 4392 સાથે ઝડપી લઈ પૂછતાછ કરતા વિદેશી દારૂનો આ જથ્થો આરોપી મિલન કણઝારીયા પાસેથી મેળવ્યાનું કબુલતા બન્ને વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. બીજા દરોડામાં માળીયા મિયાણા પોલીસે વાગડીયા ઝાપા નજીકથી આરોપી જાકીબ હુસેન અકબરભાઈ માલાણી રહે.માલાણી શેરી, માળીયા મિયાણા વાળાને વિદેશી દારૂની અલગ અલગ 3 બોટલ કિંમત રૂપિયા 1950 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.