ગત વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસ તા. 5 જૂન 22 થી 20 ઓગષ્ટ સુધીમાં 46 હજાર તેમજ આ વર્ષ 2023માં 28000 વૃક્ષો મળી છેલ્લા ચાર વર્ષમાં 86 હજાર વૃક્ષો વાવવામાં આવેલ છે. જ્યારે ગત પર્યાવરણ દિવસે રાજવી અને રાજયસભાનાં સાંસદ કેશરીદેવસિંહ ઝાલાએ આગામી વર્ષમાં વધુ 25 હજાર વૃક્ષો વાવવાની પ્રતિજ્ઞા લીધી હતી જે 2025 માં પૂર્ણ કરી કુલ 111000 વૃક્ષોનું વાવેતર જતન કરી આજે પર્યાવરણ દિવસે પર્યાવરણ પ્રેમી સ્વ. રાજવીને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા રાજવી પરિવાર સાથે પંથકના પ્રજાજનો, કાર્યકરો તથા પર્યાવરણ પ્રેમીઓ , વન વિભાગના અધિકારીઓ તેમજ સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા.


વાંકાનેરના પ્રજા વત્સલ , જીવ દયા પ્રેમી પર્યાવરણ પ્રેમી સ્વ. રાજવી દિગ્વિજયસિંહજી ઝાલા ભારત દેશના પ્રથમ પર્યાવરણ મંત્રી રહી ચૂકેલ હતા. ભારત દેશમાં પ્રથમ પર્યાવરણ ખાતુ ઉભુ કરનાર બાપુ સાહેબનો 2021 માં સ્વર્ગવાસ થયેલ. પર્યાવરણ પ્રેમીની યાદીમાં તેમના સ્વર્ગવાસ બાદ તેમના ઉતરાધિકારી અને રાજયસભાનાં સાંસદ રાજવી કેશરીદેવસિંહજી ઝાલાના માર્ગદર્શન હેઠળ વૃક્ષારોપણ અભિયાન ઉપાડેલ તેમાં છેલ્લા ચાર વર્ષમાં 111000 વૃક્ષો વાવી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરેલ તેવી જ રીતે ફરીથી આ વર્ષે પણ વૃક્ષારોપણ કાર્યક્રમ અભિયાન ઉપાડીને રાજવી અને રાજયસભાનાં સાંસદ કેશરીદેવસિંહ ઝાલાએ પ્રતિજ્ઞા લીધી છે કે આવતા વર્ષે કુલ 35 હજાર વૃક્ષો વાવવામાં આવશે જેમાં પોતે પોતાના સ્વહસ્તે પાંચ હજાર વૃક્ષો વાવશે અને સારસંભાળ કરશે. વૃક્ષો વાવવાંનાં ભગીરથ યજ્ઞમાં સાધુ સંતો મહંતો વાંકાનેર શહેર તથા તાલુકાના તમામ કાર્યકર્તાઓ તથા સંસ્થાઓ અને સ્કૂલો અને ફોરેસ્ટ ખાતાના સહયોગથી આ કાર્યક્રમ સફળ બનેલ છે. વૃક્ષો પર્યાવરણનું કેટલું જતન કરે છે તે સમજવું જરૂરી છે એટલે જ પૂજ્ય બાપુ સાહેબનો પર્યાવરણ પ્રત્યે બહુ જ પ્રેમ હતો.


સ્વ. મહારાજા દિગ્વીજયસિંહજી ઝાલાનો જન્મ 20 ઓગષ્ટ 1932 ના રોજ થયો હતો જ્યારે દેહાંત 3 એપ્રિલ 2021 ના રોજ થયો હતો તેઓ 1982 થી 1984 સુધી દેશના પ્રથમ કેબિનેટ કક્ષાના પર્યાવરણ મંત્રી તરીકે સેવા આપી હતી.
પ્રથમ પર્યાવરણ મંત્રી અને સ્વ. રાજવી દિગ્વિજયસિંહ ઝાલાના પર્યાવરણ પ્રત્યેના અલાર પ્રેમ અને પોતે પર્યાવરણ વિદ હોવાથી તત્કાલીન સરકારમાં સ્વ. રાજવી માટે કેન્દ્રમાં પ્રથમ વખત પર્યાવરણ મંત્રાલયનું ઉદય થયો હતો. તેમના પર્યાવરણ પ્રત્યેના પ્રેમ ને આગળ ધપાવતા તેમના વારસ અને વાંકાનેર રાજવી અને રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલા પિતાના પથ પર આગળ વધી રહ્યા છે અને દર વર્ષે હજારોની સંખ્યામાં વૃક્ષોનું વાવેતર કરે છે સાથે જ જતન કરવાની પણ ફરજ બજાવે છે. માત્ર વૃક્ષો વાવવાં એટલું જ નહીં વર્ષ દરમ્યાન અનેક વખત રોપા વિતરણ કરવામાં આવે છે અને તે રીતે પણ વૃક્ષો વાવવાની પ્રેરણા પૂરી પાડે છે.
આજે 5 જૂન એટલે પર્યાવરણ દિન તરીકે ઉજવવામાં આવે છે ત્યારે ગરાસિયા બોર્ડિંગ ખાતે સાધુ સંતો મહંતો તેમજ રાજકીય અગ્રણીઓ સાથે વન વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારીઓ સાથે મળી પર્યાવરણના જતન માટે સપથ લીધા હતા અને આવતા એક વર્ષમાં વધુ 35 હજાર વૃક્ષો વાવવાની પ્રતિજ્ઞા લીધી હતી.
આજના સમયમાં ગ્લોબિંગ વોર્મિંગ સામે રક્ષણ મેળવવા દેશના દરેક નાગરિકોએ ઘરમાં , ખેતરમાં , શાળામાં ખુલ્લી જગ્યામાં દરેક સ્થળે વૃક્ષો વાવવાં જોઈએ. પર્યાવરણનાં જતન માટે દરેક મનુષ્યે પોતાના જીવનમાં ઓછામાં ઓછાં પાંચ વૃક્ષ વાવી જતન કરવાની જરૂર છે તો જ હવા શુદ્ધ રહેશે અને માનવ જીવન માટે લાભકારક રહેશે તેવું વાંકાનેરના પર્યાવરણ પ્રેમી ભુપતભાઈ છાયા દ્વારા ઉપસ્થિત લોકોને ઉદ્બોધન કરેલ.
આજે ગરાસિયા બોર્ડિંગ ખાતે સાંસદ અને રાજવી કેશરીદેવસિંહ ઝાલા સાથે સંતો મહંતો તેમજ વન વિભાગના RFO તેમજ વન વિભાગના કર્મચારીઓ તથા કાર્યકર્તાઓ તેમજ પર્યાવરણ પ્રેમી સંસ્થાઓ , શાળાઓ મંદિરો તેમજ નાગરિકો દ્વારા વૃક્ષોનું વાવેતર કરી વિતરણ કરાયું હતું. આ તકે રાજવી અને રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિહ ઝાલાએ વાંકાનેર સહિત સમગ્ર દેશવાસીઓને સંદેશો પાઠવ્યો હતો કે દરેક નાગરિક એક વૃક્ષ વાવશે તો આગામી સમયમાં જે ગ્લોબર વોર્મિંગ સામે રક્ષણ મેળવી શકાશે.

