વાંકાનેર : વાંકાનેર નેશનલ હાઇવે ઉપર જયુપીટર મોટર સાયકલ લઈ કેરાળા ગામથી વાંકાનેર તરફ આવી રહેલા ગુલામહુસેન મહમદભાઈ કડીવાર અને ગુલામમોઇનભાઈ નૂરમામદભાઈને જીજે – 12 – આઇસી – 0529 નંબરના કાર ચાલકે ગત તા.31 મે ના રોજ ચંદ્રપુર નજીક પાછળથી ઠોકર મારી હડફેટે લેતા બન્નેને ઇજાઓ પહોંચતા કાર ચાલક વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.