Thursday, July 31, 2025
No menu items!
Google search engine
HomeNewsવઘાસિયા ટોલનાકા પાસેથી ફિલ્મી ઢબે પીછો કરી પોલીસે દેશી દારૂ ભરેલી ઇનોવા...

વઘાસિયા ટોલનાકા પાસેથી ફિલ્મી ઢબે પીછો કરી પોલીસે દેશી દારૂ ભરેલી ઇનોવા કાર ઝડપી લીધી

વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે વાંકાનેર વઘાસિયા ટોલનાકા નજીક દેશી દારૂની હેરાફેરી કરતા કાર ચાલકનો ફીલ્મી ઢબે પીછો કરી દેશી દારૂ ભરેલ ઈનોવા કાર તથા દેશી દારૂની હેરાફેરી કરતા કાર ચાલકને ૨,૬૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી લીધો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકા પોલીસને બાતમી મળેલ કે એક સીલવર કલરની ઈનોવા કાર રજી. નંબર GJ-10-F-8160 દેશી દારૂ ભરીને ચોટીલા તરફથી આવી રાજકોટ અથવા વાંકાનેર તરફ જનાર છે.જે હકીકત વાળી ઈનોવા કાર વાંકાનેર બાઉન્ડ્રિ ચેક પોસ્ટ પાસેથી પસાર થતા જેને રોકાવવા પ્રયત્ન કરતા કાર ચાલકે કાર ઉભી નહીં રાખી વધુ સ્પીડમાં કાર ચલાવી નીકળી ગયેલ હતોમ જેથી કારની ખાનગી વાહનો વડે પીછો કરી વધાસીયા ટોલનાકા પાસે ઈનોવા કારને રોકી ઈનોવા કારમા ચેક કરતા કારમાથી દેશી દારૂ લીટર ૩૦૦ કિ રૂ.૬૦,૦૦૦/- તથા ઈનોવા કારની કિ રૂ.૨,૦૦,૦૦૦/-ગણી આમ કુલ કી.રૂ.૨,૬૦,૦૦૦ના મુદ્દામાલ સાથે શાનબાજ આશીફભાઈ મીર રહે હાલ જોગાસર રોડ, પાણીની ટાંકી નાડીયાવાસ, ધ્રાંગધ્રાવાળાને પકડી લેવામાં આવ્યો છે.

આરોપીની પુછપરછ દરમ્યાન દેશી દારૂનો જથ્થો મંગાવનાર તરીકે રેહાનભાઈ ઈમરાનભાઈ પલેજા રહે.કાલીકા પ્લોટ મોરબી વાળો તથા દેશી દારૂનો જથ્થો મોકલનાર અનિલભાઈ ઉર્ફે અમરદિપભાઈ ભાભલુભાઈ ગોવાળીયા રહે.ખાટડી તા.ચોટીલા વાળાનું નામ ખુલતા બન્નેની શોધખોળ ચાલુ છે. આ કામગીરીમાં ડી.વી. ખરાડી તથા સર્વેલન્સ ટીમના એ.એસ.આઈ. રામભાઈ મંઢ, ક્રીપાલસિંહ ચાવડા તથા પો.હેડ.કોન્સ કિર્તિસિંહ જાડેજા, પો.કોન્સ રાજેશભાઈ પલાણી, અશ્વિનભાઈ રંગાણી, અજયસિંહ ઝાલા તથા શકતિસિંહ પરમાર રોકાયેલ હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments