મોરબી : મોરબી તાલુકાના પંચાસર ગામે સીમમાં રસ્તાના કામ માટે માટી ભરીને જતા ટ્રેક્ટરમાંથી મેઈન રોડ ઉપર માટી – પથ્થર પડતા આ બાબતે ટ્રેકટર ચાલકને મીઠો ઠપકો આપનાર યુવાનને ગામના જ એક શખ્સને ફડાકા અને ઢીકા પાટુનો માર મારી જાતિ પ્રત્યે અપમાનિત કરતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
મોરબી તાલુકાના પંચાસર ગામે રહેતા વસંતભાઈ ગલાભાઈ ટુંડિયા ઉ.39 નામના યુવાને આરોપી ભલભદ્રસિંહ ઉર્ફે પિન્ટુભાઈ ઝાલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેમના ગામની થારી સીમમાં ગાડામાર્ગનું કામ ચાલુ હોવાથી ટ્રેક્ટરમાં માટી નાખવામાં આવી રહી હોય ટ્રેકટર ચાલકે ફરિયાદીના ઘર પાસે માટી અને પથ્થર ઢોળ્યા હોવાથી ટ્રેકટર ચાલકને મીઠો ઠપકો આપી ટ્રેકટર ધીમે ચલાવવા કહ્યું હતું. જે બાબતનો ખાર રાખી આરોપી બલભદ્રસિંહે ફોનમાં ઉગ્ર બોલાચાલી કરી રાત્રીના સમયે ઘર પાસે આવી ચાર પાંચ ફડાકા ઝીકી પાટુ મારી પાડી દઈ જાતિ પ્રત્યે અપમાનિત કર્યા હતા. ઘટના અંગે તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.