મોરબી : મોરબી – કચ્છ હાઇવે ઉપર સ્વાગત પેટ્રોલપંપ પાસે રેલવે ઓબરબ્રિજ ઉપર જીજે – 39 – ટીએ – 1124 નંબરના ટ્રક ચાલકે કોઈપણ જાતના સાઈડ સીગ્નલ ચાલુ રાખ્યા વગર ટ્રક ઉભો રાખી દેતા એક્ટિવા મોટર સાયકલ લઈને નીકળેલા માળીયા મિયાણા તાલુકાના ભીમસર ગામના સમીર વલીમામદભાઈ જેડા ટ્રક પાછળ અથડાતા ઇજાઓ પહોંચતા બનાવ અંગે માળીયા મિયાણા પોલીસ મથકમાં ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.