મોરબી : માળીયા મિયાણા શહેરના રેલવે સ્ટેશન રોડ ઉપર રહેણાંક મકાનમાં જુગાર ક્લબ શરૂ થઈ હોવાની બાતમીને આધારે મોરબી એલસીબી ટીમે દરોડો પાડી જુગાર કલબમાં જુગાર રમી રહેલા 16 જુગારીઓને 1.09 લાખ રોકડા સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.
માળીયા મિયાણા શહેરના રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલ રહેણાંક મકાનમાં આરોપી સુલેમાન દાઉદભાઈ માલણીએ પોતાના ઘેર બહારથી માણસો બોલાવી જુગારના સાધનો પુરા પાડી નાલ ઉઘરાવી જુગાર રમાડતો હોવાની બાતમી મળતા મોરબી એલસીબી ટીમે ગતરાત્રીના દરોડો પાડતા જુગારની મજા માણી રહેલ આરોપીઓ સુલેમાનભાઇ દાઉદભાઇ માલાણી, હાજીઆમીન જાનમામદ જેડા, હકીમ રસુલભાઇ ભટ્ટી, કાસમભાઇ જુમાભાઇ મોવર, ઇમ્તીયાઝ સુલેમાનભાઇ માલાણી, હસનભાઇ કરીમભાઇ મુસાણી, ફારૂક અલીમામદ જેડા, આરીફભાઇ શેરઅલીભાઇ લધાણી, અલાઉદીન મુસાભાઇ જામ, મહેબુબભાઇ હરધોરભાઇ, આદમભાઇ વલીમામદભાઇ જેડા, સીકંદર જાનમામદભાઇ જેડા, ઇકબાલભાઇ રાણાભાઇ મોવર, ઇલીયાસ જાનમામદભાઇ ભટ્ટી, સલીમ ગુલામહુશેનભાઇ ભટ્ટી અને કાદરભાઇ હાસમભાઇ સખાયા નામના આરોપીઓ તીનપતિ રમતા ઝડપાઇ ગયા હતા.પોલીસે જુગારના પટ્ટમાંથી રોકડા રૂપિયા 1,09,430 કબ્જે કરી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા મુજબ માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.