મોરબી : મોરબીની નામાંકિત અને નંબર વન ગણાતી આયુષ હોસ્પિટલના ગાઇનેક ડોક્ટરો દ્વારા એક જટિલ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું. જેમાં જન્મજાત પોલીયો ધરાવતી મહિલાની કોથળીમાં ગાંઠની સફળતાપૂર્વક સર્જરી કરીને જીવતદાન આપ્યું હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર એક ૪૫ વર્ષીય મહિલા દર્દી કે,જેમને પેટમાં અસહ્ય દુઃખાવો થતો હતો આ દર્દીને જન્મજાત પોલીયો હતો. અગાઉ ૨ સિઝેરિયન ડિલીવરી થયેલ છે ત્યાર બાદ દર્દી ઘણી બધી હોસ્પિટલમાંથી ફરી અને આયુષ હોસ્પિટલમાં સારવાર માટે આવેલ હતા. ત્યાં સોનોગ્રાફી રીપોર્ટ કરાવતા સામે આવ્યુ કે,આ દર્દીને કોથળીમાં ગાઠ છે. જેની અંદાજીત સાઈઝ 12*10 CM હતી. ત્યારબાદ આયુષ હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો દ્વારા ઓપરેશનનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં ડૉ.અદિતિ ઝાલાવાડિયા દ્વારા સ્પાઈનલ એનેસ્થેસિયા આપવામાં આવ્યું હતું અને આયુષ હોસ્પિટલના ગાઇનેક ડોક્ટરો ડૉ મિલન શિંગાળા , ડૉ રેશ્મા કાપડિયા અને ડૉ ભાવના જોશી દ્વારા ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું અને 1.900 KG ની ગાઠ કાઢી હાલમાં દર્દી સ્વસ્થ છે. તેથી આ દર્દી અને તેના પરિવાર દ્વારા આયુષ હોસ્પિટલના સ્ટાફ અને ડોક્ટરોનો આભાર વ્યક્ત કર્યો હતો.