મોરબી : મોરબી શહેરના વીસીપરા વિસ્તારમાં આવેલ મદીના સોસાયટીમાં જાહેરમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીને આધારે સીટી બી ડિવિઝન પોલીસે દરોડો પાડી આરોપી રહીમભાઇ મામદભાઇ સુમરા, સુલતાનભાઇ અબ્દુલભાઇ સુમરા, નીઝામભાઇ યુનુસભાઇ દાવલીયા અને ઇમરાનભાઇ સામતભાઇ માણેકને રોકડા રૂપિયા 4650 સાથે તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.