વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસે શહેરના ટાઉન હોલ પાસે માર્કેટ ચોકમાં જાહેરમાં જુગાર રમાઇ રહ્યો હોવાની બાતમીને આધારે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી મુકેશ નાજાભાઈ ગોહેલ, સંજય નાજાભાઈ ગોહેલ, કલ્પેશ બાબુભાઇ મહેતા અને અતાહુસેન હાતીમભાઈ ત્રિવેદીને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 9400 કબજે કર્યા હતા. દરોડા દરમિયાન આરોપી મુકેશ વિકાણી અને આરોપી મુસ્તુફા શબિરભાઈ હામિદ નાસી જતા પોલીસે તમામ છ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા મુજબ ગુન્હો નોંધી નાસી ગયેલા બન્ને આરોપીઓને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે.