Thursday, July 31, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબીના લોહાણા સમાજના વિદ્યાર્થીઓને વિનામુલ્યે ફુલસ્કેપ નોટબુક વિતરણ કરાશે

મોરબીના લોહાણા સમાજના વિદ્યાર્થીઓને વિનામુલ્યે ફુલસ્કેપ નોટબુક વિતરણ કરાશે

મોરબી : મોરબી લોહાણા વિદ્યોતેજક ફંડ દ્વારા લોહાણા સમાજ ના ધો-૫ થી કોલેજના વિદ્યાર્થીઓ માટે વિનામુલ્યે ફુલસ્કેપ નોટબુક વિતરણ તા.૧૧-૬-૨૦૨૫ બુધવાર થી શરૂ થશે. જેમાં લોહાણા મહાજન વાડી-સુધારાવાડી શેરી ખાતે સાંજે ૫ થી ૭ દરમિયાન વિતરણ થશે.

લોહાણા વિદ્યોતેજક ફંડ-મોરબી દ્વારા પ્રતિ વર્ષની જેમ પ્રવર્તનમાન વર્ષે પણ લોહાણા સમાજના ધો-૫થી કોલેજ સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈઓ-બહેનો માટે વિનામુલ્યે ફુલસ્કેપ નોટબુક વિતરણનું આયોજન તા.૧૧-૬-૨૦૨૪ બુધવાર થી તા.૧૪-૬-૨૦૨૫ શનીવાર સુધી સાંજે ૫ થી ૭ કલાક દરમિયાન લોહાણા મહાજન વાડી-સુધારાવાડી શેરી, મોરબી ખાતે કરવામાં આવેલ છે. ફુલ સ્કેપ ચોપડા મેળવવા માટે વિદ્યાર્થીઓએ વર્ષ ૨૦૨૫ની માર્કશીટની ઝેરોક્ષ મોબાઈલ નંબર લખીને લાવવાની રહેશે. વર્ષ ૨૦૨૫ની જ માર્કશીટ માન્ય ગણાશે તેમજ જે વિદ્યાર્થીઓને ઓરીજીનલ માર્કશીટ ન આવેલ હોય તેમણે ઓનલાઈન માર્કશીટની પ્રિન્ટ અને તેમા મોબાઈલ નંબર લખીને લાવવાનુ રહેશે જેની સર્વેએ નોંધ લેવા અપીલ કરી છે.

પ્રવર્તમાન વર્ષે લોહાણા વિદ્યોતેજક ફંડ દ્વારા વિનામુલ્યે ફુલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમ માં જે.ડી.મીરાણી (એડવોકેટ), સ્વ.કનુભાઈ કેશવજીભાઈ પંડિત પરિવાર, કલ્પેશભાઈ પુજારા (Edu-bliss career institute), પ્રવિણભાઈ કક્કડ (જનતા ક્લાસીસ) પરિવાર, હસમુખરાય ચીમનલાલ પુજારા પરિવાર, પ્રતિકભાઈ તથા હાર્દિકભાઇ એચ. હાલાણી પરિવાર, મહેન્દ્રભાઈ રામજીભાઈ બારા (ભગવતી મંડપ) પરિવાર, સદગુરુદેવ ના શિષ્ય પરિવાર, સ્વ.અમૃતલાલ ત્રિભોવનદાસ રાચ્છ (હ.ગીરીશભાઈ રાચ્છ) પરિવાર, સ્વ.હિંમતલાલ કેશવજીભાઈ પંડિત પરિવાર, ઠા.મગનલાલ રણછોડભાઈ હીરાણી (હ.મનુભાઈ હીરાણી) પરિવાર, સી.પી પોપટ પરિવાર, ભોગીલાલ ધનજીભાઈ બુધ્ધદેવ પરિવાર (હ.વિરલભાઈ બુધ્ધદેવ),સ્વ. દયાબેન વાલજીભાઈ ચગ પરિવાર (હ. ભાવનાબેન, મધુબેન, જયશ્રીબેન,નીતાબેન તથા ચગ પરિવાર), સ્વ.શાંતિલાલ નેણસીભાઈ છગાણી પરિવાર (હ.નિખિલભાઈ તથા પિયુષભાઈ છગાણી), સ્વ.શાંતાબેન મનસુખલાલ પંડિત પરિવાર (હ.વિનોદભાઈ), સ્વ.કાંતિલાલ રવજીભાઈ રાજવીર પરિવાર (જલારામ ગોળ), સ્વ.હરીલાલ મનહરલાલ રવાણી (હ.રીટાબેન મનહરલાલ રવાણી) પરિવાર તરફથી સહયોગ પ્રાપ્ત થયેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments