મોરબી : મોરબી જિલ્લા યુવા ભાજપના પ્રમુખ સાગરભાઈ સદાતીયાને ભારતીય જનતા પાર્ટી દ્વારા મોટી મોણપરી જિલ્લા પંચાયત સીટની જવાબદારી સોંપવામાં આવી છે.
મહત્વનું છે કે, હાલમાં ગુજરાતમાં જે પેટા ચૂંટણીનો માહોલ પૂરજોશમાં ચાલી રહ્યો છે . જેમાં રાજ્યમાં કડી અને વિસાવદર એમ બે બેઠકોની પેટા ચૂંટણી યોજવા જઈ રહી છે. તેમાં પણ ખાસ કરીને વિસાવદર -86 બેઠક પર સમગ્ર ગુજરાતની નજર છે. આ બેઠકમાં આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોરદાર ત્રિપાંખિયો જંગ જોવા મળી રહ્યો છે. ત્યારે આ દરમ્યાન ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા પાર્ટીના આગેવાનોને વિવિધ જવાબદારી આપવામાં આવી રહી છેન તે અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા મોરબી જિલ્લા યુવા ભાજપના પ્રમુખ સાગરભાઈ સદાતીયાને મોટી મોણપરી જિલ્લા પંચાયત સીટની જવાબદારી આપવામાં આવી છે.
