મોરબી : આજથી શાળાઓમાં ઉનાળુ વેકેશન પૂરું થતા નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ છે. ત્યારે મોરબીના સાર્થક વિદ્યામંદિરમાં ધો.9 થી 12ના નવા શૈક્ષણિક સત્રની ઉત્સાહ અને ઉમળકાભેર શરૂઆત કરવામાં આવી છે.જેમાં વિદ્યાર્થીઓનું તિલકથી સ્વાગત કરાયું હતું અને પરિચય દિવસ તરીકે ઉજવણી કરી પ્રાર્થના પ્રશિક્ષણ, શાળા પરિચય, આચાર્ય પરિચય, સ્કૂલની તમામ બાબતોની માહિતી, વિદ્યારંભ પ્રક્રિયાની સમજ આપવામાં આવી હતી તેમ સાર્થક વિદ્યામંદિરના કિશોરભાઈ શુક્લની યાદીમાં જણાવાયું છે.




