Friday, August 1, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબી નવલખી હાઈવે પર માતેલા સાંઢની જેમ ટ્રકો ઉપર લગામ લગાવો :...

મોરબી નવલખી હાઈવે પર માતેલા સાંઢની જેમ ટ્રકો ઉપર લગામ લગાવો : આમ આદમી પાર્ટી

મોટબી : મોરબી આમ આદમી પાર્ટીએ મોરબી નવલખી હાઈવે પર માતેલા સાંઢની જેમ ચાલતા ટ્રકનાં લીધે તંત્ર પર અનેક આક્ષેપો કર્યા છે અને આ ટ્રકો પર રોક લગાવવા આમ આદમી પાર્ટી દ્વારા માંગ કરવામાં આવી છે.

મોરબી નવલખી બંદર ઈન્ડોનેશિયા કોલસાનું હબ ગણાય છે. આ ઈન્ડોનેશિયા કોલસા નવલખી બંદરથી મોરબીમાં અનેક જગ્યાએ કોલસો સપ્લાય થાય છે. આ કોલસો સપ્લાય કરવામાં માટે નવલખી રોડ પર ખુલ્લા ટ્રક ખુબ જ પ્રમાણમાં અવરજવર કરે છે. આ ખુલ્લા ટ્રકમાંથી મોટા પ્રમાણમાં કોલસો રોડ પર પડે છે. જેનાં લીધે તે રોડ પર અવારનવાર અકસ્માત સર્જાય છે. આ રોડ પર મોટર સાયકલ જેવા વહાનો ચાલવા માટે જીવને જોખમ રહે છે.

વધુમાં આ ખુલ્લા ટ્રક ઓવરલોડ અને ફુલ સ્પીડમાં ચલાવતા તે રોડ પર પસાર થવું મુશ્કેલ પડે છે. જે મુદ્દાઓને લઈને આમ આદમી પાર્ટીના જીલ્લા મહામંત્રી રમેશભાઈ સદાતીયા જે ખાખરાલા ગામના વતની છે તેમના દ્વારા તંત્ર અને RTO પર અનેક આક્ષેપો કર્યા છે. જેમાં આ ઓવરલોડ વહાનોને RTO દ્વારા કેમ નજરઅંદાજ કરવામાં આવે છે ? ક્યાંક RTO અધીકારી હપ્તા લેતો હશે? કે કેમ તેવા પણ ચોંકાવનારા આક્ષેપ કર્યા છે. એટલું જ નહીં ભાજપના હોદ્દેદારો કે નેતાઓના આ ટ્રક હશે જેથી જવાબદાર અધિકારીઓ પગલાં નહીં લેતા હોય.? તેવા પણ આરોપ લગાવ્યા છે.

મોરબી જિલ્લાના ચુંટાયેલા પ્રતિનિધિઓ અને ગામના આગેવાનો કેમ મુક્ત પ્રેક્ષક બનીને બેઠા છે. શું આ લોકોની મીલીભગત હશે?? આવા અનેક આક્ષેપો કર્યા છે અને સાથે સાથે એવી ચીમકી ઉચ્ચારી છે, કે જો આ માતેલા સાંઢની જેમ દોડતા ટ્રકો બંધ નહીં થાય તો ત્યાંનાં ગામડાનાં લોકોને સાથે રાખી ઉગ્ર આંદોલન કરશે. જો કોઈ અનીચ્છનીય બનાવ બને તો તેની તમામ જવાબદારી તંત્રની રહેશે.તેવું તેમણે જણાવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments