વાંકાનેર : સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ વાંકાનેર ખાતે આવેલ આઈશ્રી ખોડિયાર માતાજીના માટેલધામ મંદિર ખાતે પૂનમ નિમિતે ખોડિયાર માતાજીને કેરીનો શણગાર કરવામાં આવ્યો હતો. આ દરમ્યાન ભક્તોને કેરીના રસનો પ્રસાદ આપવામાં આવ્યો. જેમાં આશરે 1000 કિલો કેરીનો મહાપ્રસાદ આપવામાં આવ્યો હતો. તેમ શ્રી ખોડિયાર માં મંદિર માટેલ ધામના વિશાલ બાપુ દુધરેજીયા અને ઓમ બાપુ દુધરેજીયાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.


