મોરબી : મોરબી તાલુકાના લીલાપર ગામની સીમમાં ત્રિદેવનગરમા દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ધમધમી રહી હોવાની બાતમીને આધારે તાલુકા પોલીસે આરોપી રહેણાંક મકાનમાં દરોડો પાડતા આરોપી નિલેશ નાગજીભાઈ દેગામાં અને આરોપી જગદીશ જેસંગભાઈ ફિસડીયા દેશી દારૂ બનાવવાનો ગરમ આથો, ઠંડો આથો, ગરમ દેશી દારૂ, ભઠ્ઠીના સાધનો સહિત 7650 મુદામાલ સાથે ઝડપાઇ ગયા હતા.તાલુકા પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.