મોરબી : મોરબીની નામાંકિત અને નંબર વન ગણાતી આયુષ હોસ્પિટલના ઓર્થો વિભાગમાં જટિલ સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી હતી. જેમાં અકસ્માતમાં ગંભીર ઇજાગ્રસ્ત યુવાનને આયુષ હોસ્પિટલના ઓર્થોપેડિક ટીમે અનેક સર્જરી કરી બે માસમાં સ્વસ્થ કર્યો હતો.
19 વર્ષીય યુવાન કે જેને રોડ એક્સિડન્ટમાં જમણા હાથના બાવળામાં અને જમણા પગના થાપાનું,ગોઠણનું અને પીંડીના હાડકાનું ખુલ્લા ઘાવ સાથે ફ્રેકચર થયું હતું, જેમાં દર્દીના ગોઠણના તાણીયા પણ તૂટી ગયેલા હતા.ત્યાર બાદ દર્દી ઘણી બધી હોસ્પિટલમાંથી ફરી ફરીને આયુષ હોસ્પિટલમાં સારવાર માટે આવેલ. ત્યાં ઓર્થોપેડિક ડોક્ટરોની ટીમ દ્વારા એક પછી એક દરેક જગ્યાનું ઓપરેશન કરીને દર્દીને બે જ મહિનામાં સ્વસ્થ કરવામાં આવ્યો હતો. હાલમાં આ દર્દી એકદમ તંદુરસ્ત છે. ચાલી શકે છે.જેથી દર્દી અને તેમના સગાઓએ આયુષ હોસ્પિટલ અને ડોક્ટરો તથા તમામ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.
