માળીયા મિયાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી દીકરી સાથે ઇન્સ્ટાગ્રામમાં મારફતે પરિચય કેળવ્યા બાદ મોરબીના શખ્સે ચેટિંગ કરી ફોન નંબર મેળવી લીધા બાદ દીકરીને વાતચીત કરવા માટે પરેશાન કરી વાતચીત ન કરે તો તેણીના ભાઈના હાથપગ ભાંગી નાખવા ધમકી આપી જાતિ પ્રત્યે અપમાનિત કરતા બનાવ અંગે ભોગ બનનારના માતાએ એટ્રોસીટી એકટ સહિતની કલમો મુજબ ફરિયાદ નોંધાવી હતી.
માળીયા મિયાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા મહિલાએ તેમની દીકરી સાથે ઇન્સ્ટાગ્રામ મારફત પરિચય કેળવી મોરબીના પંચાસર રોડ ઉપર રહેતા આરોપી હાર્દિક નકુમે ચેટિંગ કરી ફોન નંબર મેળવી લઈ વાતો કરતો હતો.બાદમાં ભોગબનાર પોતે અનુસૂચિત જાતિના હોવાનું જણાવવા છતાં આરોપીએ ફોનમાં ધરાર વાતચીત કરવા હેરાન પરેશાન કરી ભોગ બનનારનો ભાઈ વાતચીત ન કરવા દે તો હાથપગ ભાંગી નાખવા ધમકી આપતા ભોગ બનનારના માતાએ આરોપી વિરુદ્ધ માળીયા મિયાણા પોલીસ મથકમાં એટ્રોસીટી એકટ સહિતની કલમો મુજબ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુંન્હો નોંધી તપાસ શરૂ કરી છે.