મોરબી મહાનગરપાલિકા દ્વારા આગામી ૨૧ જુનના રોજ સવારે ૧૦ : ૩૦ કલાકે કેસરબાગ, સામાકાંઠે મોરબી ખાતે MMC ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે ચેસ ટુર્નામેન્ટમાં બંને શ્રેણીઓના ટોચના ૩ વિજેતાઓને ઇનામ આપવામાં આવશે ભાગ લેનાર તમામ ખેલાડીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે.
ચેસ ટુર્નામેન્ટમાં રજીસ્ટ્રેશન માટે છેલ્લી તારીખ ૧૯ જુન છે ફોટોમાં આપેલ સ્કેનરને સ્કેન કરી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે ભાગ લેનાર સ્પર્ધકોએ પોતાનું ચેસ સેટ લાવવું ફરજીયાત છે. સ્પર્ધા FIDE RAPID ચેસના નિયમો મુજબ રમવામાં આવશે સ્પર્ધા SWISS ફોરમેટમાં ખેલાશે (નોકઆઉટ નહિ હોય) કુલ ૬ રાઉન્ડ રમાશે અને ભાગ લેનાર ખેલાડીઓ માટે નાસ્તાની વ્યવસ્થા રાખેલ છે.