Thursday, July 31, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબીમાં મનપા દ્વારા હવે નવા બાંધકામ માટે 7 જૂન સુધીમાં અરજી કરવા...

મોરબીમાં મનપા દ્વારા હવે નવા બાંધકામ માટે 7 જૂન સુધીમાં અરજી કરવા અપીલ

મોરબી મહાપાલિકા દ્વારા નવા બાંધકામ માટે મંજૂરી આપવામાં ન આવતી હોવાનું તેમજ ઈમ્પૅક્ટ ફી ભરવા માટે કરવામાં આવેલ અરજીઓનો પણ નિર્ણય લેવામાં ન આવતો હોવાના આરોપો વચ્ચે મહાનગર પાલિકાએ સ્પષ્ટતા કરી છે કે, અત્યાર સુધીમાં વિકાસ પરવાનગી માટે 23 અરજીઓ આવી હતી. જેમાં હદ વિસ્તાર બહારની 6 અરજી દફ્તરે કરી અન્ય 17 અરજી અંગે ટૂંક સમયમા જ નિર્ણય કરી સાથે જ ઈમ્પૅક્ટ ફીની 910 અરજી અંગે પણ નિર્ણય લેવામાં આવશે.સાથે જ જે અરજીઓ દફ્તરે થઇ છે તેવી અરજીઓ આગામી 17 જૂન બાદ ફરીથી કરી શકાશે.

મોરબી મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનરના જણાવ્યા મુજબ શહેરના હદ વિસ્તારમાં હાલ મંજૂર અને અમલી વિકાસ યોજના -૧૯૭૧ મુજબ વિકાસ પરવાનગી તથા ગ્રુડા-૨૦૨૨ અંતર્ગત અનધિકૃત બાંધકામને રેગ્યુલરાઇઝ કરવાની પ્રકિયા હાથ ધરેલ છે. જેમાં વિકાસ પરવાનગીની કુલ ૨૩ કેસ આજ દીન સુધી રજીસ્ટર્ડ થયેલ છે. જેમાં કુલ ૬ કેસ હાલે મંજુર તથા અમલી વિકાસ યોજના-૧૯૭૧ના હદ વિસ્તારના બહારની હોવાથી શહેરી વિકાસ અને શહેરી ગૃહ વિભાગ, ગુજરાત સરકારના તા.૧૧/૦૨/૨૦૨૫ના જાહેરાનામા મુજબ હાલે જે વિસ્તારમાં વિકાસ યોજના ગુજરાત શહેરી વિકાસ અધિનિયમ -૧૯૭૬ની કલમ -૧૩ હેઠળ પ્રસિધ્ધ ન થાય ત્યાં સુધી વિકાસ પરવાનગી આપી શકાય નહી. જેથી દફતરે કુલ ૬ કેસ દફતરે કરેલ છે.

જયારે બાકીના કુલ ૧૭ કેસની વિકાસ પરવાનગી આપવાની પ્રક્રીયા હાથ ધરવામાં આવી હોય ટૂંક સમયમાં જ પુર્ણ કરવામાં આવશે. વધુમાં કુલ ગ્રુડા-૨૦૨૨ (ઇમ્પેક્ટ) હેઠળ રજીસ્ટર થયેલા કુલ ૨૮૧૬ કેસમાંથી કુલ ૧૯૦૬ વિકાસ યોજના ૧૯૭૧ની બહારના વિસ્તારના હોય દફ્તરે કરેલ હોવાનું તથા બાકીનો કેસની મંજુર નામંજુર કરવાની પ્રક્રિયા ચાલુ હોવાનું જણાવી હાલ કરાર આધારીત સર્વયર તથા પ્લાનિંગ આસિસ્ટન્ટની નિમણુક થયેલ હોય, જેથી આવનાર સમયમાં ઝડપથી કામગીરી પુર્ણ કરવામાં આવશે. સાથે જ વિકાસ યોજના -૧૯૭૧માં આવતા વિસ્તારની દફતરે થયેલ અરજી સરકારના પ્રવર્તમાન નિયમો અનુસાર તા.૧૭/૦૬/૨૦૨૫ સુધીમાં ફરી અરજી કરી શકાશે તેમ જણાવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments