મોરબી શહેર – જિલ્લાના દેશી – વિદેશી દારૂનું ક્યાંય ખુલ્લે આમ તો ક્યાંક છાનેખૂણે વેચાણ થઈ રહ્યું છે તેવામાં ગઈકાલે રાત્રીના સમયે મોરબીના આલાપ રોડ ઉપર વિદેશી દારૂની ડિલિવરી કરવા આવેલ શખ્સ તેમજ મંગાવનાર શખ્સને દારૂની લેતી દેતી કરતા પોલીસે રંગેહાથ ઝડપી લીધા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન આલાપ રોડ ઉપર બાઈક ઉપર દારૂની ડિલિવરી દેવા આવેલ સાહિલ મુકેશભાઈ જાદવ રહે.રવાપર રોડ, ભવાની સોડા પાછળની શેરી વાળો વિદેશી દારૂની 375 મીલી માપની બે અડધિયા બોટલ બાઈક ઉપર આવેલ આરોપી અભય સુનિલભાઈ સરવૈયા રહે.પરસોતમ ચોક વાળાને આપતો હતો ત્યારે જ પોલીસે બન્નેને રંગે હાથ ઝડપી લઈ 475ની કિંમતનો દારૂ તેમજ 30 હજારની કિંમતનું બાઈક કબ્જે કરી બન્ને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.