મોરબી તાલુકાના નવી પીપળી ગામે આરોપીના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ/બીયર મળી કુલ કિં રૂ. ૨,૫૧,૩૪૦ તથા એક હ્યુન્ડાઈ કંપની ની ક્રેટા કાર મળી કુલ કિં રૂ.૧૦,૫૧,૩૪૦ ના મુદ્દામાલ સાથે આરોપીને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન તાલુકા પોલીસને મળેલ સંયુક્તમા બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા મોરબી તાલુકાના નવી પીપળી ગામે ઓમપાર્ક રહેતા આરોપી સંદિપભાઈ રમેશભાઈ કાલરીયા એ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૧૩૧ તથા બિયર ટીન નંગ -૯૬ કુલ કિં રૂ. ૨,૫૧,૩૪૦ તથા દારૂની હેરાફેરી માટે ઉપયોગ કરેલ હ્યુન્ડાઈ કંપનીની ક્રેટા જેની કિંમત રૂપિયા ૮,૦૦,૦૦૦ ગણી કુલ કિં રૂ.૧૦,૫૧,૩૪૦ ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.