અમદાવાદ: અમદાવાદમાં આજે બપોરે મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેમાં એરઈન્ડિયાનું બોઇંગ વિમાન નંબર A1/171 ક્રેસ થયું છે. પ્લેન અમદાવાદ સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ થી ટેકઓફ કરી લંડનના ગેરવિક એરપોર્ટ માટે રવાના થયું હતું.
ત્યારે આ પ્લેન ક્રેસ થવાની દુર્ઘટનામાં અનેક લોકોના મોત નિપજ્યા છે. ત્યારે મોરબી-કચ્છ સાસંદ વિનોદભાઈ ચાવડાએ તમામ મૃતકોને શ્રધ્ધાંજલી પાઠવી છે. તેમણે સોશિયલ મિડિયામાં પોસ્ટ કરતા લખ્યું હતું કે, ઘટના ખુબજ ભયંકર અને દુખદ છે. જેનાથી હું ખુબજ વ્યતીથ છુ. મૃતક દિવગંત આત્માઓ ને હું શ્રદ્ધાંજલી પાઠવું છું. તેમના પરિવારજનો ને સાંત્વના અને જે ગંભીર રીતે દાઝેલા છે તેઓ ત્વરિત સ્વસ્થ થાય તેવી ઈશ્વર પાસે અભ્યર્થના છે.