મોરબી તાલુકાના તળાવિયા શનાળા નજીક પુલનું કામ ચાલી રહ્યું હોય ત્યાંથી ટ્રક ચલાવી પસાર થતા ટ્રક ચાલક હસમુખભાઈ જયંતીભાઈ સોલંકી ઉ.37ના ટ્રકના પાછળના ભાગે વીજ વાયર અડી જતા વીજ શોક લાગતા હસમુખભાઈનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.