મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે શહેરના કાયાજી પ્લોટ વિસ્તારમાંથી જુદી જુદી બ્રાન્ડની 657 બોટલ દારૂ ભરેલી કારને પકડી પાડી હતી. જયારે બુટલેગર ભાગી જતા તેની સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ આજે તા.12 ના રોજ રાત્રીના પેટ્રોલીંગમાં હતો ત્યારે રાત્રીના દોઢેક વાગ્યાના અરસામાં અહીંના કાયાજી પ્લોટ શેરી નં-5ના નાકા પાસે શંકાસ્પદ જણાતી સ્વીફટ કાર નંબર જીજે 13 એનએન 5006 નજરે પડી હતી.જેની તપાસ કરતા કારમાંથી જુદી જુદી ત્રણ બ્રાન્ડની કુલ મળીને દારૂની 657 બોટલો મળી આવી હતી. જેથી રૂા.2,68,380ની કિંમતનો દારૂનો જથ્થો તેમજ રૂા.ચાર લાખની કિંમતની ઉપરોકત નંબરની સ્વીફટ કાર એમ કુલ રૂા.6,68,380નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. દારૂ કેસમાં શાહરૂખ ઈકબાલભાઈ બુચડ રહે. જોન્સનગર વિસ્તાર લાતી પ્લોટની પાસે મોરબી વાળાનું નામ ખુલતા તેની સામે સીટી એ ડીવીઝન પોલીસ મથક ખાતે પ્રોહિબીશન એકટ મુજબ ગુનો નોંધીને તેને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કરેલ છે. કેસની આગળની તપાસ પીએસઆઈ જે.સી. ગોહિલ ચલાવી રહ્યા હોવાનું પોલીસ સુત્રોએ જણાવેલ છે.