મોરબીમાં ફરી કોરોનાની લહેર શરૂ થઈ ગઈ છે અને કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે.આથી કોરોનાથી બચવા માટે માસ્ક પહેરવું ફરજિયાત છે. તેથી મોરબી મિત્ર મંડળ તરફથી તા. 15-6-2025 ને રવિવારના રોજ સવારે 9 થી 10 કલાક દરમ્યાન શનાળા રોડ પર ડો.બી.કે.લેહરુના દવાખાના પરથી વિનામૂલ્યે માસ્ક વિતરણ કરવામાં આવશે. તો દરેક મોરબીવાસીઓએ લાભ લેવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.