મોરબી : દેશની સૌથી મોટી કરુણ અને આઘાતજનક અમદાવાદની પ્લેન દુર્ઘટનામાં અનેક લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. તેમજ આ પ્લેન દુર્ઘટનામાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ નિધન થયું છે. આથો સમગ્ર દેશમાં શોકની કાલીમાં છવાઈ ગઈ છે. તેથી મોરબી બાર એસોસિએશન દ્વારા આ પ્લેન દુર્ઘટનામાં ઊંડો આઘાત વ્યક્ત કરી બે મિનિટ મૌન પાળી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

