મોરબીના સામાજિક કાર્યકરો દ્વારા સિવિલ હોસ્પિટલના ગ્રાઉન્ડમાં પોલીસ ચોકીની બાજુમાં જગ્યા છે ત્યાં પોતાના ખર્ચ પીવાના પાણી માટે ફ્રીઝ મૂકવાની પરવાનગી આપવા બાબતે સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ, જિલ્લા કલેક્ટર અને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને લેખિત અરજી કરી છે.
મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, દેવેશભાઈ રાણેવાડીયા, ગિરિશભાઈ કોટેચા સહિતનાઓએ અરજ કરી છે કે, મોરબી સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને સગા સંબંધીઓને હોસ્પિટલમાં પીવાનું પાણી મળતું ન હોય બહારથી પાણીની બોટલો પૈસા આપીને ખરીદવી પડે છે. જેથી સિવિલ હોસ્પિટલના ગ્રાઉન્ડમાં પોલીસ ચોકીની બાજુમાં જગ્યા પડી છે ત્યાં સ્વ ખર્ચે પીવાના પાણી માટે ફ્રીઝ મૂકવા પરવાનગી આપવામાં આવે.તેવી માંગ કરી છે.