મોરબીમાં ઢગલા મોઢે વિદેશી દારૂ ઉતર્યા હોય તેવી સ્થિતિ વચ્ચે છેલ્લા ચોવીસ કલાકમાં જ પાંચ દરોડામાં લાખો રૂપિયાનો વિદેશી દારૂ પકડાયો છે.ત્યારે સાંજે સીટી બી ડિવિઝન પોલીસે ગુજરાત હાઉસિંગ બોર્ડ કવાટર્સમાં દરોડો પાડી વિદેશી દારૂની લક્ઝુરિયસ બ્રાન્ડની 84 બોટલ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.
સીટી બી ડિવિઝન પોલીસને મળેલી બાતમીને આધારે સામાકાંઠા વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડ કવાટર્સમાં રહેતા આરોપી અશ્વિનસિંહ વિક્રમસિંહ સરવૈયા રહેણાંકમાં દરોડો પાડી જોહની વોકર, રેડ લેબલ, બેલેન્ટાઇન, જેમસન આઇરિસ અને બ્લેન્ડર્સ પ્રાઇડ અલ્ટ્રા પ્રીમિયમ વ્હીસ્કીની 84 બોટલ કિંમત રૂપિયા 2,59, 900નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી. આ સફળ કાર્યવાહી પીઆઇ એન.એ.વસાવાની રાહબરી હેઠળ સીટી બી ડિવિઝન સ્ટાફે કરી હતી.
