વાંકાનેર : વાંકાનેર તાલુકાના તીથવા ગામે ગત તા.12ના રોજ સાંજના સમયે પ્રવીણભાઈ દેવજીભાઈ મેસરિયા ઉ.45 પોતાના ઘેર સીડી ઉપરથી નીચે પડી જતા ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડતા સારવાર દરમિયાન તા.13ના રોજ મૃત્યુ નીપજ્યું હતું.ઘટના અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.