મોરબીના સોખડા ગામ પાસે આજે પરપ્રાંતિય યુવાનની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. જેમાં હાલના તબબકે પ્રેમ પ્રકરણમાં કોઈએ આ યુવાનની બોથડ પદાર્થના ઘા ઝીકી નિર્મમ હત્યા કર્યાનો પ્રાથમિક અંદાજ છે. પણ આ બનાવની ચોક્કસ તપાસ પછી હત્યાનું સાચું કારણ બહાર આવશે.
મોરબીના સોખડા નજીક રેડીકો ફેક્ટરીમાં ગબર અહિરવાલ ઉ.વ. 27 નામના પરપ્રાંતીય યુવાનની કોઈએ કરપીણ હત્યા કરી નાખી હોવાની ઘટના સામે આવી છે. આ હત્યાની ઘટનાની વધુમાં મળતી વિગતો અનુસાર કોઈએ આ યુવાનને પ્રેમ પ્રકરણમાં પથ્થર જેવા બોથડ પદાર્થના ઘા ઝીંકીને બહેરમી પૂર્વક હત્યા કરી નાખી હોવાનું પ્રાથમિક અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. હાલના તબબકે યુવાનની હત્યા કરાયેલી લાશ મળી આવતા તેની લાશને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી હાલ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.