પ્રમુખ તરીકે બેચરભાઈ હોથી, વિવિધ સમિતિના ચેરમેન તરીકે એ.કે. પટેલની વરણી
મોરબી : કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ મોરબીના સભાસદોની ગત તારીખ 18 મેના રોજ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 24 ટ્રસ્ટીઓની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. આ નવા નિમાયેલા ટ્રસ્ટીઓની આજ રોજ તારીખ 14 જૂન ને શનિવારના રોજ મિટીંગ યોજાઈ હતી. આ મિટીંગમાં કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ મોરબીના પ્રમુખ, ઉપ પ્રમુખ, મંત્રી સહિતના હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી છે.
જેમાં કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળના પ્રમુખ તરીકે બેચરલાલ કાનજીભાઈ હોથીની વરણી કરાઈ છે. જ્યારે ઉપ પ્રમુખ તરીકે ત્રંબકભાઈ એસ. ફેફર, ગોપાલભાઈ એમ. ઝાલરીયા, કિશોરભાઈ એમ. પટેલ તથા ભાણજીભાઈ બી. અગોલાની નિમણૂક કરાઈ છે. તો મંત્રી તરીકે મગનલાલ પી. જેઠલોજાની વરણી કરવામાં આવી છે. આ ઉપરાંત ઉમા સંસ્કારધામ, પાટીદાર કરીઅર એકેડેમી, ઉમા મેડિકલ તથા ઉમા વિદ્યાર્થી ભવન-અમદાવાદની સમિતિની રચના કરવામાં આવી છે. જેના ચેરમેન તરીકે એ.કે. પટેલની વરણી કરવામાં આવી છે. આ ઉપરાંત સ્થાયી શિક્ષણ સમિતિ, છાત્રાલય સમિતિ, બાંધકામ સમિતિ, આંતરિક ઓડિટ સમિતિની રચના કરવામાં આવી છે. જેમાં જે-તે સમિતિના ટ્રસ્ટીઓને આગામી ત્રણ વર્ષ માટે વરણી કરવામાં આવી છે.