મોરબી મહાનગરપાલિકા વિસ્તાર હેઠળના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગોકુલનગર ખાતે ગત 13 જૂનના રોજ જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ મોરબીની બ્લડ બેન્કના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. “રકતદાન મહાદાન” ની ઉકિતને સાર્થક કરતાં ઉપરોક્ત કેમ્પમાં શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ તેમજ વિસ્તારના લોકો દ્વારા રકતદાન કરવામાં આવ્યું હતું. રક્તદાન થી વ્યક્તિગત તથા સમાજને થતા ફાયદા અંગે લોકોને સમજ આપવામા આવી હતી. ઉપરોક્ત કેમ્પને સફળ બનાવવામા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર, સ્ટાફ તેમજ સામાજિક આગેવાનો એ મહેનત કરી હતી.
