હળવદ પોલીસે વિદેશી દારૂના બે અલગ અલગ દરોડામાં ઢવાણા પાટિયા પાસેથી વિદેશી દારૂ ભરેલી રીક્ષા સાથે એક શખ્સને ઝડપી લઈ કણબીપરા નજીક મોટર સાયકલમાં બિયરના બે ટીન લઈને નીકળેલા બે શખ્સોને ઝડપી લીધા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ હળવદ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે ઢવાણા ગામના પાટિયા નજીક શંકાસ્પદ સીએનજી રીક્ષા નંબર જીજે – 36 – ડબ્લ્યુ – 1034 અટકાવી તલાશી લેતા રીક્ષા ચાલક આરોપી અખ્તર અલ્લારખાભાઈ ઓઠા ઉ.21 રહે.વીસીપરા, મોરબી વાળાના કબ્જામાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 48 બોટલ મળી આવતા દોઢ લાખની રીક્ષા સહિત 2,14,800નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે બીજા દરોડામાં કણબીપરા પાસેથી આરોપી કૈલાસ હીરાભાઈ પરમાર ઉ.36 અને કૌશિક પ્રવીણભાઈ ગૌસ્વામી ઉ.32 રહે.બન્ને સરા રોડ હળવદ વાળાને જયુપીટર મોટર સાયકલ ઉપર બીયરના બે ટીન કિંમત રૂપિયા 440 સાથે પકડી પાડી 20 હજારના મોટર સાયકલ સહિત 20,440ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.