મોરબી : તારીખ 14 જૂનના રોજ મિશન નવ ભારત મોરબી જિલ્લાની સમગ્ર ટીમ તેમજ નવ નિયુક્ત મહિલા શાખા જિલ્લાની ટીમ દ્વારા અમદાવાદ વિમાન ક્રેશ દુર્ઘટનામાં અવસાન પામેલા મૃતકોને શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હતા. મૃતકોના આત્માને શાંતિ મળે અને ઈજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. તેમજ મિશન નવ ભારત મોરબી જિલ્લાના મહામંત્રી સ્મિતભાઈ દેસાઈના જન્મ દિવસ નિમિત્તે રકતદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રક્તદાતાઓ તરફથી સારો સહકાર મળ્યો હતો.

